તારી આંખ નો અફિણી || Tari Aakhno Afini Gujarati Lyrisc

@તારી આંખ નો અફિણી, તારા બોલ નો બંધાણી.
તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો(૨)

આજ પીવુ દર્શન નું અમૃત, કાલ કસુંબલ કાવો (૨)
કાલ પુરાવે દિલ ની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તી નો મતવાલો આશિક એકલો.... તારા રૂપ ની ||

પાંખો ની પડખે પરબડી, આંખો પૂછે પીઆવો (૨)
અદલબદલ તન મન ની મોસમ, જાતક નો ચકરાવો
તારા રંગ નગર નો રસિયો નાગર એકલો.... તારા રૂપ ની ||

Post a Comment

0 Comments