આપણા મલક ના માયાળુ માનવી || aapna malak na mayalu manvi-Gujarati Lyrics

આપણા મલક ના માયાળુ માનવી (૨)
માયા મેલીને વહ્યા જાશુ મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં...||

આપણા મલક મા ઉતારા ઓરડા(૨)
ઉતારા કરી ઘોડે ચઢશું મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં...||

આપણા મલક મા નાવણ કૂંડયું (૨)
નાવણીયા કરી ઘોડે ચઢજો મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં...||

આપણા મલક મા ભોજન લાપસી(૨)
ભોજન કરીને ઘોડે ચઢજો મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં...||

આપણા મલક મા પોઢણ ઢોલીયા (૨)
પોઢણીયા કરી ઘોડે ચઢશુ મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં...||


Post a Comment

0 Comments