ભલા ભાણેજડા સરોવર || bhala bhanejda-Gujarati Lyrics.

ભલા ભાણેજડા સરોવર જાઉ ત્યાં ઢોલે રમું||
નાક કેરી નથણી લઈ ગ્યો કાનુડો નાકે ઓવડવી થઇ રે મને,
સરોવર જાઉ ત્યાં ઢોલે રમું(૨)...ભલા ભાણેજડા ||

ડોક કેરો હારલો લઈ ગ્યો કાનુડો ડોકે ઓવડવી થઇ રે મને,
સરોવર જાઉ ત્યાં ઢોલે રમું(૨)...ભલા ભાણેજડા ||

હાથ કેરો ચુડલો લઈ ગ્યો કાનુડો હાથે ઓવડવી થઇ રે મને,
સરોવર જાઉ ત્યાં ઢોલે રમું(૨)...ભલા ભાણેજડા ||

પગ કેરા કડલા લઈ ગ્યો કાનુડો પગે ઓવડવી થઇ રે મને,
સરોવર જાઉ ત્યાં ઢોલે રમું(૨)...ભલા ભાણેજડા ||


Post a Comment

0 Comments