મોગલ આવે || Mogal Aave Gujarati Lyrics

@હે મોગલ આવે..... હે નવરાત રમવા....!
કેવા કેવા વેશે મા...કેવા કેવા વેશે....(૨)
તુ સૌને દેખે માતાજી...!!
પણ તુજને કોઈ ન દેખે.....મોગલ આવે||

તારે હાથે હેમનાં કડાં ઝળુંબે,
લટું મોકળી લાંબી માં...!!
તારી લટું મોકળી લાંબી.....મોગલ આવે||

ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે,
ખણણણ ખણણણ કાંબી માં...!!
ખણણણ ખણણણ કાંબી.....મોગલ આવે||

નવલાખુ ભેળી માતાજી,
રહેશે રે માં, રહેશે રે.....મોગલ આવે||

તારે ડગલે ને પગલે કંકુ ઝરતા,
મારગ મારગ રાતો મા...!!
આખો મારગ મારગ રાતો.....મોગલ આવે||

એને ચાંદલિયો ચંદરવો માથે,
લીલી કોર લહેરાતો...!!
માંને લીલી કોરે લહેરાતો.....મોગલ આવે||

"દાન" કહે મછરાળી મોગલ,
"દાન" કહે દયાળી મોગલ...!!
એતો સદાય ભેળે રહેશે.....મોગલ આવે||

Post a Comment

0 Comments