મોરલી તો ચાલી રંગ રૂસણે રે || Morli to chali rang runse re- Gujarati Lyrics

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !
કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે સસરો એકલા રે!
તમારી વારી હું નહીં રે વળું રે!

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !
કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે જેઠજી એકલા રે!
તમારી વારી હું નહીં રે વળું રે!
હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !
કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે દે'ર જી લાડકા રે!
તમારી વારી હું તો નહીં રે વળું રે!
હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !
કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે પરણ્યો પાતળા રે !
તમારી વાળી હું તો ઝટ રે વળું રે
હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર નહીં જાઉં, રંગ મોરલી!

Post a Comment

0 Comments