છાનું રે છપનું કંઈ થાય નહિ || Chhanu re Chhapnu kai thay nai- Gujarati Lyrics

છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ
છાનું રે છપનું કંઈ થાય નહિ

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહિ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહિ

આંખ્યોમાં બચાવી આંખના રતનને
પરદામાં રાખી ને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ...

ચંપાતા ચરણોએ મળ્યું મળાય નહિ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી

આવેલા સપનાનો લ્હાવો લેવાય નહિ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

Post a Comment

0 Comments