નાગર નંદજીના લાલ || Nagar nand ji na lal- Gujarati Lyrics

• નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
• કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી... નાગર નંદજીના લાલ !
• નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા... નાગર નંદજીના લાલ !
• નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય... નાગર નંદજીના લાલ !
• વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર... નાગર નંદજીના લાલ !
• નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર... નાગર નંદજીના લાલ !

Post a Comment

0 Comments