પાંદડું લીલું ને રંગ રાતો || Pandadu lilu ne rang rato- Gujarati Lyrics

પાંદડું લીલું ને રંગ રાતો [2]
હે જી મારી મેંદીનો રંગ મદમાતો [2]

ભૂલી રે પડી હું તો રંગના બજારમાં [2]
લાગ્યો મને રંગ કેરો કાંટો
પાંદડું લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટો ભૂલ રે ભૂલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગ રસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકું તોયે છેલ રે છબીલો તું તો
અણજાણી આંખમાં છુપાતો
પાંદડું લીલું ને રંગ રાતો

Post a Comment

0 Comments