બિરદાળી | પૂરજે આસ અમારી | BIRDAALI | POORJE AAS AMARI

બિરદાળી(2)

બિરદાળી, બહુચર માડી,

શંખલપુર વાળી ભવાની,

પૂરજે આસ અમારી(2)


મેં તો ગરબો કોરાવી કોડ કીધા,

ગરબે રમવા સહિયર ને બોલ દીધા - 2

આસોપાલવ ને તોરણે સજાવી, 

દીવડે અનેરા કોલ કીધા(2)


આસો ની, માં આસો ની રાતડી રૂપાળી,

પધારો મારા માડી, 

ભવાની પૂરજે આસ અમારી

પૂરજે આસ અમારી(2)


બિરદાળી, બહુચર માડી,

શંખલપુર વાળી ભવાની,

પૂરજે આસ અમારી (2)

Post a Comment

0 Comments