એક લાલ દરવાજે || Ek Lal Daravaje-Gujarati Lyrics

@એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ....!!

અમદાવાદી નગરી, એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી, ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.....એક લાલ દરવાજે||

સીદી સૈયદની જાળી, ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી, ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.....એક લાલ દરવાજે||

ત્રણ દરવાજા માંહી, માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે, ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.....એક લાલ દરવાજે||

Post a Comment

0 Comments