આવી ન્હોતી જાણી ( Aavi Nhoti Jani) Garba Gujarati Lyrics.

આવી ન્હોતી જાણી, .
પૂનમ, તને આવી ન્હોતી જાણી.
દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.
તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.
અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું.
. તને કોણ કહે રાતની રાણી ?
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.

Post a Comment

0 Comments