અમે મહિયારા રે (Ame Mahiyara Re)Garba Gujarati Lyrics.

અમે મહિયારા રે ગોકુળ ગામનાં
મારે મહી વેંચવાને જાવા, મહિયારા રે – ગોકુળ

મથુરા વાટે મહીં વેંચવાને નીસરી
નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી
મારે દાણ લેવા,ના દેવા મહિયારા રે – ગોકુળ

હે મેલીને દિયોને ગિરધારી મારગડો મારો
મેલી દીયો ને ગિરધારી રે
હાંરે સંસારીયામાં આવતા ને જાતા
હે તને સામા મળિયા છે સંસારી
મેલી દીયો ને ગિરધારી

માવડી જશોદાજી કાનજીને વારો
દુખડા દીયે હજાર નંદજીનો લાલો
હે મારે દુઃખ સહેવા,ના કહેવા મહિયારા રે – ગોકુળ

હે મેલી દીયો ને ગિરધારી મારગડો મારો
મેલી દીયો ને ગિરધારી
તારા સમ દરિયામા મીઠી એક વીરડી [2]
હે..એના પાણી ભરે છે પનિહારી રે મારગડો મારો
મેલી દિયો ને ગિરધારી

જમુનાને તીરે કા’નો વાંસળી વગાડતો [2]
ભુલાવે ભાનસાન ઊંઘથી જગાડતો [2]
મારે જાગી જોવું ને જાવું મહિયારા રે –ગોકુળ

અમે મહિયારા રે ગોકુલ ગામનાં [2]

મેલી દીયો ને ગિરધારી મારગડો મારો
મેલી દીયો ને ગિરધારી

Post a Comment

0 Comments