ગોરમાનો વર કેસરિયો રે || Gormano var kesariyo re

ગોરમાનો વર કેસરિયો રે રંગે રમવા જાય …
આગળપાછળ પુતળિયું રે હાલકડોલક થાય …
માંડ જવેરા વાવ્યા એના વાંભ – વાંભના કોંટા …
પછી સરોવરના કાંઠા પર વરસ્યા ગુલાબગોટા …
ગોરમાનો વર વાંકડિયો રે ઝોલાં એવાં ખાય …
આગળપાછળ પુતળિયું રે હાલક ડોલક થાય …..
પહેરેલા ઘરચોળે સૈયર ચાંદલિયાની ભાત !
હું ખેડૂની છોરી રે ના સમજી એક્કે વાત !
ગોરમાનો વર નાવલિયો રે ચણોઠડીની ઝાંય …
આગળપાછળ પુતળિયું રે હાલકડોલક થાય …..

Post a Comment

0 Comments