આવો તો ય સારુ

પ્રીતિનું પુષ્પ ખિલે છે ઘડીભરની જુદાઈમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઈમાં

આવો તો ય સારું ન આવો તો ય સારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું!

આવો ને જાઓ તમે ઘડીયલ ઘડી થઈ
યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી
મોંઘું તમારાથી સપનું તમારું

આવો તો ય સારું ન આવો તો ય સારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું!

મિલનમાં મજા શું મજા ઝૂરવામાં
બળીને શમાના પતંગો થવામાં
માને ના મનાવ્યું મારું હૈયું નઠારું

આવો તો ય સારું ન આવો તો ય સારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું!

Post a Comment

0 Comments