સાચી રે મારી સત રે ભવાની મા- Sachi re Mari sat re bhavani ma- Garba Gujarati Lyrics.

સાચી રે મારી સત રે ભવાની મા અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
નવ નવ રાતના નોરતા કરીશ મા પૂજાઓ કરીશ મા
ગરબો વિરાટનો ઝીલીશ મૈયા લાલ
--સાચી રે

જ્યોતિ મા એક તારી છે જ્યોતિ તારા સતનું ચમકે મોતી રે
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા માડી રે
તારી ભક્તિ ભવાની મા રાણી ભવાની મા
હું તો તારા પગલા ચૂમીશ મૈયા લાલ
-- સાચી રે

તું તરનારની તારણહારી દૈત્યોને તે દીધા સંહારી
શક્તિ સારી ને તું તો જનેતા મા
માડી રે [2] મારી શક્તિ ભવાની મા
ભોળી ભવાની મા હું તો તારા વારણા લઈશ મૈયા લાલ
-- સાચી રે

જગ માથે એક માયા રચાવી દરશન દે તું સામે રે
આવી સુના સુના રે મારા મંદિરના ચોકમાં
માડી રે [2] આવ રમવા ભવાની મા રૂડી રે ભવાની મા
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ
-- સાચી રે

Post a Comment

0 Comments