ઉત્તર જાજો, દખ્ખણ જાજો

ઉત્તર જાજો, દખ્ખણ જાજો, જાજો દરિયાપાર
મોતીહરને મેળે જાજો, ઝીણી લાવજો સેર, ઝીણા મારુજી

કોરી સી વાહુલીને પહેરે શું થાય?
ભારે વસાવું મારે કોટે ઝોલાં ખાય, ઝીણા મારુજી

કોરા સા કડલાંને પહેરે શું થાય?
ભારે વસાવું મારા પગે ઝોલાં ખાય, ઝીણા મારુજી

કોરા સા ચૂડલાંને પહેરે શું થાય?
ભારે વસાવું મારા હાથે ઝોલાં ખાય, ઝીણા મારુજી

સાસરિયે દૂઝણાં રે ભગરી ભેંસુના
દૂધ પીશે રે મારો માડીજાયો વીર, ઝીણા મારુજી

Post a Comment

0 Comments