ભુલો ભલે બીજુ બધુ મા-બાપને ભૂલશો નહિ,

ભુલો ભલે બીજુ બધુ મા-બાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.

પથ્થર પૂજ્યાં પ્રુથ્વિ તણા, ત્યારે દીઠું તમ મુખડું.
એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છુંદશો નહિ.

કાઢી મુખેથી કોળીયાં,મ્હોમાં દઇ મોટા કર્યા,
અમ્રુત તણા દેનાર સામે,ઝેર કદી ઉગળશો નહિ.

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા,
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ.

લાખો કમાતા હો ભલે, મા-બાપ જેનાથી ના ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.

સંતાનની સેવા ચાહે, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો,એ ભાવના ભૂલશો નહિ.

ભીને સૂઇ પોતે અને સુકે સુવાડ્યા આપને,
એ અમિમય આંખને, ભુલીને ભિંજવશો નહિ.

પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ,
એના પુનિત ચરણો તણી, ચાહના કદી ભૂલશો નહિ.

Post a Comment

0 Comments