ઓ અલક મલકની અલબેલી

ઓ અલક મલકની અલબેલી
અચકો મચકો કારેલી
ઓ અલક મલકની અલબેલી
અચકો મચકો કારેલી

તારી આંખો.. તારી આંખો તો છે મદઘેલી
અચકો મચકો કારેલી
તારી આંખો.. તારી આંખો તો છે મદઘેલી
અચકો મચકો કારેલી
ઓ અલક મલકની અલબેલી
અચકો મચકો કારેલી

વર મળશે.. વર મળશે મને મનગમતો
હાં વર મળશે..વર મળશે મને મનગમતો
મારી સંગે રંગે રમતો
મારી સંગે રંગે રમતો
ઓ.. તને લોકો કહેશે વરઘેલી
અચકો મચકો કારેલી
ઓ અલક મલકની અલબેલી
અચકો મચકો કારેલી

સાસુ, સસરા, નણંદ નાની
સાસુ, સસરા, નણંદ નાની
વર રાજાની હું વહુ રાણી
વર રાજાની હું વહુ રાણી
એ ચંપો.. એ ચંપો ને તું ચમેલી
એ ચંપો.. એ ચંપો ને તું ચમેલી
અચકો મચકો કારેલી

ઓ અલક મલકની અલબેલી
અચકો મચકો કારેલી

કંથ કહ્યાગર થાશે તમારો
દેશે મનગમતાં શણગારો
તું પરણીને સાસરે જા રે અલી
અચકો મચકો કારેલી

ઓ અલક મલકની અલબેલી
અચકો મચકો કારેલી

Post a Comment

0 Comments