હરસિદ્ધિમાં નો ગરબો (Harsiddhi Mano Garbo) Garba Gujarati Lyrics.

વાર વાર દરિયે વહાણ ડુબાવ્યા
તોયે ના પીના તાગ ત્યાં આવ્યા
જાણીતા ગામ ના જોશી તેડાવો
શાને ડૂબે વાહન એતો જણાવો

કોયલ ડુંગરે શક્તિ બીઅરાજી
માના કોપે વ્હાણે અગ્નિના ત્યાગી
જગડુ વણીકે દેવી જગાડી
અન્ન પાણી નિંદ્રા દીધી ભગાડી

હાક ધ્રુજારી ભૂકંપે પધારી
હર્ષિદા હસતી આયુદ્ધો છે ધારી
જગડુ આપે પગલે પગલે જો ભોગ
તો ડુંગર થી ઉતારવાનો મારો છે યોગ

ગામ ઢંઢોર્યા ને જીવો જગાડ્યા
દીકરા ને વહુ સહુ ડુંગરે ચઢાવ્યા
જીવો સંહાર્ય સૌ ડગલા બે બાકી
મુજ મસ્તક હર્ષિદા લ્યો હવે કાપી

ડગમગ ડગલે ને મદભરી ચાલે
માજી કહે જગાડું સૌ જીવ તારા આલે
રાણે વરદાન પામી રાજ રે લીધા
તેલ ની કલાઈ એ નિજ હોમરે દીધા

વિકાર્મે કયા માહીં દ્રવ્યો જાળવ્ય
કકળતા તવા માહીં દેહ તળાવ્યા
માજી મુંઝાણા ને બાળ બોલાવ્યા
રણ છોડાવીને ઉજાણ સોહાવ્યા

સિદ્ધરાજે માડી તપ તારા કીધા
પાટણ વસવાના બોલ રે લીધા
લાડોલ ગામે વાયુ ફુંકાવ્યા
સિદ્ધરાજે પાછુ વારી મુંહ ઝુકાવ્યા

હાક મારી સ્તંભી ત્યાં જ ભવાની
એક ડગલું ભરી આગળ હું ના જવાની
એક અનેક તારા પરચા અપાર
કહે પ્રતાપ રાય - રંક માં તાર

Post a Comment

0 Comments