હાલો ને માડી ગરબે રમાડું ( Halone Madi Garbe Ramadu) Garba Gujarati Lyrics.

હાલો ને માડી ગરબે રમાડું
કે ગરબે જ્યોત જલાવું ... હાલો ને

રુમઝુમ રુમઝુમ ઝાંઝર ઝબકે
રંગત રાસ રમાય। .... હાલો ને

ડમક ડમક ડમ ડમરું બાજે
ધીનક ધીનક ધારા થાય ... હાલો ને

અષ્ટ ભુજાળી સિંહ વાહિની
કેવી હશે મોરી માત ... હાલો ને

કોઈના હૈયે કોઈના મનડે
રમે છે અલબેલી માત .... હાલો ને

ખપ્પર ધારીણી મુંડ હારીણી
કેવી હશે મોરી માત ... હાલો ને

નામ જ તારું હું રે સંભાળું
નયને નીર ઉભરાય ... હાલો ને

હુંકારો કરતી ચામુંડા માવડી
ત્રિશુલ દૈત્ય કપાય ... હાલો ને

ચુંદડી લઇ શિર ઓઢી લઇ
થાય મારે ભુવાય ... હાલો ને

ખણણણ ખણણણ ખણ ખંજર ખમકે
ખમકાવે ખોડીયાર ... હાલોને

માં ... માં કરતા ચરણે પડતા
દવલા તાર બાળ ...હાલો ને

રણક રણક રણ શક્તિ ચોકે રણકે
માનવ મેળ ઉભરાય ...હાલો ને

Post a Comment

0 Comments