હિંડોળે હિંચકે માડી (Hindole Hinchke Madi) Garba Gujarati Lyrics.

ગવાલડી માની ઘણમાં જતી ને , નિત્ય ચરાવે ગોવાળ
માલિક એનો કોણ હશે ને , કોણ લેતું સંભાળ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

વિચારતા સમજાય નહીને ,ગોવાળિયા ગભરાય
આજ તો શોધું માલિક એનો, ગાય ની પાછળ જાય ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

ડુંગરે ચડી જોર ઝપાટે ને ગાવલાડી ગબ્બર જય
પાછળ પાછળ ગોપ આવ્યો ત્યાં માતાના મંદિરમાય ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

જુવોતો મળી ઝૂલતી ઝૂલીને , તેજ તણો નહિ પાર
કેમ આવ્યો અલ્યા કામ્શું તારે ગાયો ના ગોવાળ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

મુખ થી કંઈ બોલાય નહિ ને ગોવાળિયો ગભરાય
ધ્રુજતા બોલ્યો હાથ જોડી ને મહેનતાણું દયો ને માત ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

થાળ ભરી ને જાવ આપ્યા હતા ગોવાળને દિલ દુખ
મુજ ગરીબ ને કઈ નવ આપ્યું એકલ ભોગવે સુખ ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

તળેટી માં એક વાવ મોટી છે જાવ નાખ્યા જળમાય
કપડા ઉપર ચોટી રહી થોડી , હેમ ની કણીઓ થાય ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

મુજ નસીબ ને માંડી ગરીબીને , છતી આંખે થયો અંધ
બીજે દિવસે જી ગબ્બર જુવે તો , દરવાજા છે બંધ ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

હિંડોળો હજુ ચાલતો માંનો , સંભળાય કાનો કાન
હેમ હંમેશા નજરે પડે છે , જુવો લઇ પાષણ ...
હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

બાળ મોવાળા શ્રી કૃષ્ણ પ્રભુના ઉતર્યા માની પાસ
ભગવંત તારે ચરણે રાખીને , જાણજે તારો દાસ...હિંડોળે હિંચકે માડી ગબ્બર ની ગીચ છે ઝાડી

Post a Comment

0 Comments