ખમ્મા મારા નંદજીના લાલ! || Khamma mara nand ji na lal- Gujarati Lyrics.

ખમ્મા મારા નંદજીના લાલ!
ખમ્મા મારા નંદજીના લાલ !

મોરલી ક્યાં રે વજાડી?
હું તો સુતી’તી મારા શયન ભવનમાં,
સાંભળ્યો મેં મોરલીનો સાદ,
મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલી ગઇ હું તો ભન સાન,
મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !

પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,
દીઠા મેં નન્દજીના લાલ,
મોરલી ક્યાં રે વજાડી !—ખમ્મા !
દોણું લઇને ગૌ દોહવાને બેઠી,
નેતરાં લીધા હાથ, મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !
વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં,
નેતરાં લઇને હાથ, મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !

Post a Comment

0 Comments