મોરલી તે ચાલી રંગ રૂસણે રે ( Morli Te Chali Rang Rusane Re) Garba Gujarati Lyrics.

મોરલી તે ચાલી રંગ રૂસણે રે
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
સસરા મનાવવા જાય, રંગ મોરલી
સસરાની વારી હું તો નહીં રે વળું રે,
હાં, હંઅ, હોવે!
હું તો મારે મહિયર જઇશ રંગ મોરલી … મોરલી …
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
જેઠ મનાવવા જાય, રંગ મોરલી
જેઠની વારી હું તો નહીં રે વળું રે,
હાં, હંઅ, હોવે!
હું તો મારે મહિયર જઇશ રંગ મોરલી … મોરલી …
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
પરણ્યો મનાવવા જાય, રંગ મોરલી
પરણ્યાની વારી હું તો ઝટ રે વળું રે,
હાં, હંઅ, હોવે!
હું તો મારે સાસર જઇશ રંગ મોરલી.

Post a Comment

0 Comments