રાયફલે રાહડા રમાડે | વાતો કરે વાયડા | RAYFALE RAHDA RAMADE | VAATO KARE VAYDA

 વાતો કરે વાયડા કરી બતાવે ભાયડા

બોલી ને ફરી જાય એને કીધા બજાર ના બાયલા

હા વાતો કરે વાયડા કરી બતાવે ભાયડા

બોલી ને બગાડે એને કીધા બજાર ના બાયલા


મોઢે મીઠાને અંદર બળે મારા બેટા

એવા ભડવાને અમે રાખી અલ્યા છેટા

રાયફલે રાહડા રમાડે

એ બાયું મારા ગોમને નમાવે

તલવાર ના તોરણ સજાવે 

આ સાવજ મારા ધારે ઇને મારે


હો મારા હારે રાખી અમે એક એક ભાઈ

ધ્યાન રાખી ફરજો તમારા બારમાં નો થઈ જાય

મોઢે મીઠાને અંદર સાવ પેટે મેલા

બધું જાણી અમે નથી ગોંડા ઘેલા

રાયફલે રાયફલે રાયફલે રાહડા રમાડે

એ બાયું મારા ભુપને નમાવે

હા માર વાલા

રાયફલે રાહડા રમાડે

આ સાવજ મારા એરીઓ ધ્રુજાવે


નથી અમે સીએમ ના મોદી હારે નાતો

અધમણ કાળજા ની અમારી છે વાતો

હો તારા જેવા ભાઈ હારે દિલથી દિલનો નાતો

મરદ ની કદી ના હોય મોરી રે વાતો

હો નાના ભાઈ મોટા ભાઈ સંપ રાખીએ

કોઈ ના રે ચડાવે આમ ના રે ચડિયે

હો શીશ કપાય ને ધડ જેના લડતા

ગરવી ગુજરાતમાં ગોવાળ એવા મલતા

લાકડિયે લાકડિયે લાકડિયૂને લોહીરે ચખાડે 

જીવ જોખમે પણ ગાયોને બચાવે

હા માર વાલા રાયફલે રાહડા રમાડે

આ સાવજ મારા બજાર ને ડોલાવે


હો ખરા ખરીના ખેલે સાથ છોડે એનમાયા

માનું ઠાકર પાળ ભાઈબંધ ભાઇડા મળાયા

હો મહેશ વણઝારા ના ભઈઓ છે સવાયા

સાવજોના ગીતો મારા કંઠે રે ગવાયા

હો વગર વાકે અમે ના કોઈ ને નડિયે

નડે એના તાબડતોડ ફેસલા કરિયે

ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીયે

ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીયે

દિલમે હા.. જીગર હોના ચાહીયે

હથીલા મારા ગોઠ્યા ના ગાઠે

હા માર વાલા રાયફલે રાહડા રમાડે

આ સાવજ મારા બજાર ને ડોલાવે

અરે અરે રાયફલે રાહડા રમાડે

આ સાવજ મારા માથારે ભારે

Post a Comment

0 Comments