મોતી વેરાણાં ચોકમાં | માડી રુમઝૂમ કરતી આવી | MOTI VERANA CHOKMA | MADI RUMJUM KARTI AAVI

હે માડી રુમઝૂમ કરતી આવી

હે માડી રુમઝૂમ કરતી આવી


આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી

હે માડી રુમઝૂમ કરતી આવી

હે માડી રુમઝૂમ કરતી આવી

ઝાંઝરને ઝણકારે માડી સખીઓ સાથે લાવી


મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં

ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં(2)

રૂડા ઉડે ગુલાલ કે આવ્યા અંબેમા,

ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમા


હે માઁને રમતા જોઈ હરખાવું (2)

ઉમંગની છોળો ઉછળે છે હરખે માઁને વધાવું

હે માઁને લખ લખ દીવડે વધાવું(2)

વિવિધ જાતના, વિવિધ ભાતના ભોજનિયાં જમાડું


મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં

ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં (2)


હો પેહરી ચૂંદડી લાલમ-લાલ રે આવ્યા અંબેમાં 

ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા.

અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમાં

ચોકમાં ઝગમગ થાય હે મારી અંબેમા 

Post a Comment

0 Comments