આજ રમો આનંદથી રે ( Aaj Ramo Aanandthi Re) Garba Gujarati Lyrics.

આજ રમો આનંદથી રે;
આવ્યા આરાશુરી ધામ મારી અંબિકા.

પૂજો પ્રેમે પરમેશ્વરી રે ;
મોતીએ પુરાવો ચોક, મારી અંબિકા.
વેગે વધવ ગોખ, મારી અંબિકા.
આજ રમો આનંદથી રે.

કુમકુમ કેશર અંગમાં રે ;
કાંઠે કુસુમના હાર, મારી અંબિકા.
સર્જ્યો સરસ શુર્નગર, મારી અંબિકા
આજ રમો આનંદથી રે.

સુંદર સદી શોભતી રે;
આપે આભુષણ અંગ મારી અંબિકા.
નિર્મળ છે નવરંગ, મારી અંબિકા.
આજ રમો આનંદથી રે.

કોટી સુરજના તેજ થી રે;
ચળકે છે આચાર માત, મારી અંબિકા,
પડતી ગગનમાં ભાત મારી અંબિકા.
આજ રમો આનંદથી રે.

નવરંગ છે નવરાત્રીમાં રે;
રમે નવ દુર્ગા રંગ મારી અંબિકા,
આવે છે અંગ ઉમંગ, મારી અંબિકા.
આજ રમો આનંદથી રે.

ભેટો ભવાની ના ધામ ને રે;
જાપો હ્રીદયે જગ્મત મારી અંબિકા ,
કલિયુગમાં સાક્ષાત, મારી અંબિકા.
આજ રમો આનંદથી રે.

ગબ્બર ગોખ બિરાજતા રે;
ગાજે ગગન જયકાર, મારી અંબિકા,
વાજિંત્ર નાદ અપાર, મારી અંબિકા.
આજ રમો આનંદથી રે.

નર્મદ ભજતા ભક્તને રે;
માતા છે હાજરાહજૂર મારી અંબિકા,
માં મળે છે જરૂર, મારી અંબિકા.
આજ રમો આનંદથી રે.

Post a Comment

0 Comments