અંબિકા આવો ને રમવા ( Ambika Aavo Ne Ramava) Garba Gujarati Lyrics.

એકવાર ગરબે આવો માં ઘુમવા
લગની લાગી છે માજી તારા એ નામની
ઉતારો ભાવ પાર અંબિકા આવો ને રમવા,
એકવાર

અમ હૃદયમાં અંધારા ઓરડા
કરોને દિવ્ય પ્રકાશ અંબિકા આવો ને રમવા ,
એકવાર

નવરાત્રી કેરા નવરે દહાડા
ગરબે રમે મોરી માત, અંબિકા આવો ને રમવા ,
એકવાર

શેરી વળાવી સાજ કરી ને
રંગોળી લાલ ગુલાબ, અંબિકા આવો ને રમવા,
એકવાર

કુમકુમ કેસરના સાથીયા પુરાવું
ફૂલડાં વેરવું સારી વાત, અંબિકા આવો ને રમવા,
એકવાર

ચોખલિયાળી ઓઢી છે ચુંદડી
ઝાંઝરનો ઝામ્કારે, અંબિકા આવો ને રમવા,
એકવાર

સેંથો તો માયે સીન્ધુર પૂર્યો ,
કરી કેસર ની આડ, અંબિકા આવો ને રમવા,
એકવાર

નાકે નથડી નિર્મળ શોભતી
કાને કુંડળની જોડ,અંબિકા આવો ને રમવા,
એકવાર

બાય બજ્બંધ બેરખા ને,
કાંઠે એકવાન હાર,અંબિકા આવો ને રમવા,
એકવાર

સોનાનો ગરબો શિરે લીધો
ગરબે રમે મોરી માત, અંબિકા આવો ને રમવા,
એકવાર

ખડક ત્રિશુલ મયે હાથે ધર્યા છે,
અશુરોનો કીધો સંહાર, અંબિકા આવો ને રમવા,
એકવાર

દાસના દાસની એવી છે વિનતી,
સહાય કરજો મોરી માત, અંબિકા આવો ને રમવા,
એકવાર

Post a Comment

0 Comments