આવ્યો ધરતીનો ધણી મેહુલો રે || Aavyo Dharati No Dhani Mehulo Re Lol- Gujarati Lyrics.

ઓતર ગાજ્યા ને દખ્ખણ વરસિયા રે!
મેહુલે માંડ્યા મંડાણ
આવ્યો ધરતીનો ધણી મેહુલો રે!
નદી સરોવર છલી વળ્યાં રે
માછલી કરે હિલોળ, આવ્યો…
ખાડા ખાબોચીયાં છલી વળ્યાં રે
ડેડકડી દિયે આશિષ, આવ્યો…
ધોરીએ લીધાં ધુરી-ધોંસરા રે
ખેડુએ લીધી બેવડી રાશ, આવ્યો…
ગાયે લીધાં ગાનાં વાછરું રે
અસતરીએ લીધાં નાના બાળ, આવ્યો…

Post a Comment

0 Comments