સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી || Sangalsha seth ne Changavati Rani- Gujarati Lyrics

સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી,
ઈ બેઈને રે બાયું એવી એવી ટેકું,
કે
સાધુ સંતોને જમાડીને જમવું
પણ
એક દિને સમે સાધુ નો મળ્યાં રે.
તેથી
નોં મળિયા સાધુને રિયાં અપવાસી
હૈડે હામું રે હરિનાં નામની રે
પછી તો
સાત સાત દિનાં રે અપવાસ બેઈને થિયાં
આઠમે દિએ રે મેઘ મંડાઈ ગિયાં રે.
માથે સૂંડલો ને બેઈ હાલી રે નિસરીયાં
ભારથ ભોમકામાં આંતો મારીયો રે..
એવામાં
જમનાને તીરે તપસી કરે બેઠો તપશા
ઝટ જઈ તપસીને પાયે પડ્યાં રે..
અને હોંશેહોંશે
માગો રે મારાજ ! તમીં માગો રે સાધુડ્યો !
તમુંને જમાડી અમીં જમશું રે..
પણ સાધુ તો :
અમારે જોશે રે સવાશેર પરમાટી
આવડો તખેવાડો તમીં નઈં જાળવો રે..
આવી રે તરખડ્ય તમથી શે થાશે રે ?
તરત જ
સુણતાંકને સગાળશા તો કસાઈવાડે આવ્યાં
સવાશેર પરમાટી તોળાવી લાવીયાં રે
પછી અરજ કરે છે
જમો રે મારાજ ! તમીં આરોગો બ્રહ્મચારી
તમને જમાડ્યાં કેડ્યે જમ..શું રે
ત્યાં તો સાધુ
પર તણી માટી અમીં નંઈ રે જમીઈં
માટી જોઈં મારે ચેલૈયા તણી રે..
તેથી
ભણતલ ચેલૈયાને ભાઈબંધે ચિન્તવ્યો
ભાગ્ય રે ચેલૈયા માવતર મારશે રે.
તો ચેલૈયો
હું રે ભાગું તો લાગે બ્રહ્મહત્યા મુજને
પ્રથ્મિ નઈં ખમે મારાં ભારને રે..
તો અણીકોર્યથી
સીધા રે સગાળશા જઈ નિશાળે રે પૂગ્યા
ચેલૈયો તેડીને પાછાં વળ્યાં રે..
ત્યાં તો સાધું
માથું રે મોળો ને મેલો રે શીંકે
પણ શરત કે
નેણલે નીર ઊભરાવા નોં દેવા રે..
અરરર પછી તો
બેઈએ થઈને ચેલૈયો ખાંડણીએ ખાંડ્યો
ને નેણલિયે નીર વેવા નોં દીધાં રે..

Post a Comment

0 Comments