અંબા માના ઊંચા મંદિર ( Amba Mana Uncha Mandir) Garba Gujarati Lyrics.

અંબા માના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ
અંબા માના ગોખ ગબ્બર અનમોલ
કે શિખરે શોભા ઘણી રે લોલ

આવી આવી નવરાત્રીની રાત રે
બાળ સૌ રાસ રમે રે લોલ
અંબે માં ગરબે રમવા આવો કે,
બાળ તારા વિનવે રે લોલ

અંબા માંને શોભે છે શણગાર કે,
પગલે કંકુ ઝરે રે લોલ
રાંદલ રાસે રમવા આવો કે,
મુખડે ફૂલડાં ઝરે રે લોલ

બહુચર ગરબે રમવા આવો કે ,
આંખમાં અમી ઝરે રે લોલ
માં તારું દિવ્ય અનુપમ તેજ કે,
જોઈ મારી આંખ ઠરે રે લોલ

ગરબો બાળ તારો ગવરાવે કે,
આશા મારી પૂરજો રે લોલ

Post a Comment

0 Comments