આવી આવી નોરતાની રાત ( Aavi Aavi Norata Ni Rat) Garba Gujarati Lyrics.

આવી આવી નોરતાની રાત
જાવું મારે રમવા નવ નવ રાત ...
આવી નોરતાની રાત

આર તે સુર થી અંબા માં આવશે
સિંહ પર થાય અસવાર રે ...
આવી નોરતાની રાત

માટેલ ગામ થી ખોડલ માં આવશે
સાતે બેનું ને લઇ સાથ ...
આવી નોરતાની રાત

સંખલપુર થી બહુચરમાં આવશે
ચોસઠ જોગણી લે સાથ ...
આવી નોરતાની રાત

ચોટીલાથી માં ચામુંડા માં આવશે
સોનાનો ગરબો લઇ સાથ ...
આવી નોરતાની રાત

પાવા તે ગઢ થી કાલિકા માં આવશે
જામે સરખે સરખી જોડ ...
આવી નોરતાની રાત

દળવા ગામ થી રાંદલ માં આવશે
શંકર ની પૂરશે આસ ...
આવી નોરતાની રાત

Post a Comment

0 Comments