સમજુ બાળકી

સમજુ બાળકી જાય સાસરે વચન માડીનું ધ્યાનમાં ધરે,
શ્વસુર પક્ષમાં લાજથી રહી કસૂર કામમાં કીજીએ નહીં
પરઘરે વધુ બેસવું નહીં.
ઘર તણી કથની કહેવી નહીં.
દિયર-જેઠ શું થોડું બોલવું
અદબળાં રહી નિત્ય ચાલવું
હઠ કરી કશું માગવું નહીં. રૂસણું રાખીને દૂભવું નહીં.
વડીલ વૃધ્ધની ચાકરી કરી
પ્રભુતણી સદા પામવી પ્રીતિ સમજુ બાળકી જાય સાસરે
વચન માડીનું ધ્યાનમાં ધરે.

Post a Comment

0 Comments