કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ ને કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ ને છછૂંદરોનું છૂ છૂ છૂ
કૂજનમાં શી કક્કાવારી? હું કૂદરતને પૂછુ છું,
ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હુ હુ હુ….કબૂતરોનું….
લખપતિઓના લાખ નફામાં સાચુંખોટું કળવું શું?
ટંકટંકની રોટી માટે રંકજનોને રળવું શું?
હરિ ભજે છે હોલો પીડિતોને હે પ્રભુ! તું પ્રભુ તું….કબૂતરોનું..
સમાનતાનો સમય થાશે ત્યાં ઊંચું શું ને નીચું શું?
ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણિધરો શાં ફૂ ફૂ ફૂ
થા થા થઇને થોભી જાતાં સમાજ કરશે ઘૂ ઘૂ ઘૂ ….કબૂતરોનું…

પરમેશ્વરતો પહેલું પૂછશે કોઇનું સુખદુ:ખ પૂછ્યું’તું?
દર્દભરી દુનિયામાં જઇણે કોઇનું આંસુ લૂછ્યું’તું?
ગેં ગેં ફે ફે કરતાં કહેશો હે હે હે હે ! શું શું શું ….કબૂતરોનું….

Post a Comment

0 Comments