ગરબો ઘુમતો જાય ( Garbo Ghumato Jay) Garba Gujarati Lyrics.

ગરબો ઘુમતો જાય , આજ માં નો ગરબો ઘુમતો જાય
ઘુમતો ઘુમતો જાય આજ માં નો ગરબો ઘુમતો જાય
પહેલે તે ગરબે અંબે માં નિસર્યા ;
લળી, લળી, ગરબા ગાય આજ માં નો ગરબો...

બીજે તે ગરબે બહુચર માં નિસર્યા ;
સાથે છે સખીઓ નો સાથ આજ માં નો ગરબો...

ત્રણ ભુવન માં ગરબા ને જોતા ,
દેવો હૈયે હરખાય , આજ માં નો ગરબો...

ગરબા ને જોતા બાળકડા આજે
ગાંડા ઘેલા થાય જાય આજ માં નો ગરબો...

ગરબા ને દીવડે સુરજ ને ચંદ્ર
અંબે માં ફરી ફરી ગાય , આજ માં નો ગરબો...

કેશવ ભવાની માં દ્વારે પધાર્યા
'અભાગી' ગુણલા ગાય, આજ માં નો ગરબો...

ગરબો ઘુમતો જાય , આજ માં નો ગરબો ઘુમતો જાય

Post a Comment

0 Comments