ખોડીયાર છે જોગમાયા (Khodiyar Chhe Jogamaya) Garba Gujarati Lyrics.

ખોડીયાર છે જોગમાયા મામડીયાની
ખોડીયાર છે જોગમાયા

રાજ્પરે આઈ ખોડીયાર બિરાજતા
પરચા અનેરા દેતા
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

માજી ને પારે માનતાઓ આવતી
ઘી લાપસી ના ખાણા
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

માજી ની પારે વાંઝીયાઓ આવતા
નિર્ધન ને ધન દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

માજી ની પાસે નીર્ધનીયા આવતા
નિર્ધન ને ધન દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

માજી પારે આંધળાઓ આવતા
આંધળાને આખો દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

માજી પારે પાંગળાઓ આવતા
પાંગળાને પગ દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

માજી પારે કોઢિયાઓ આવતા
કોઢિયાને કાયા દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

માજી પારે દુખિયાઓ આવતા
દુખિયા ના દુખ હરનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

માજી પારે બાળકો આવતા
બાળકો ને ના દર્શન દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા

Post a Comment

0 Comments