શંખલપુર સોહામણું જીરે ( Sankhalpur Sohamanu Jire) Garba Gujarati Lyrics.

શંખલપુર સોહામણું જીરે,
ચુવાળ બાંધ્યો ચોક માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે
આવું તમારે દ્વાર માડી બહુચરા
દર્શન આપો ને માત બહુચરા જીરે
માતા વાંચી છે તારી વાર્તા જીરે
વાંચ્યો છે પુણ્ય પ્રતાપ માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે
તેજ તણા તારા તારલા જીરે
ઝીલું હું માઝમ રાત માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે
વાણી આપો ને પરમેશ્વરી જીરે
ગુણ તમારા ગાવું માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે
સોલંકી નારના અંગમાં જીરે
પૂર્યો તે પ્રાણ પ્રકાશ માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

Post a Comment

0 Comments