આજે આઠમની રાતડી (Aaje Aathamani Ratdi) Garba Gujarati Lyrics.

આજે આઠમની રાતડી અંબા આવો ને મારે આંગણે
તમ સંગ મારે એક વાતડી રે , આજે આઠમની રાતડી
માજી આવો ને મારે મંદિરે રે, આજે આઠમની રાતડી
નવલ ઘવલ નોરતાની રાતડી રે, આજે આઠમની રાતડી
આજે આઠમની રાતડી-આજે આઠમની રાતડી
ચાંદની એ ચોકમાં પડી છે ભાતડી
રમવા સરીખડી છે રાતડી ....આજે આઠમની રાતડી

આછેરા આછેરા ચમકે છે તારલા
વરસી વરસી ને ગયા અઘેરા આભલા
મંદ પવન લ્હેર માં મીઠાશડી રે ...આજે આઠમની રાતડી

શું કરું ઓ શ્યામા મારી શેરી છે સાંકડી ,
તોય છે રચેલ કુંજ લાવી ને પાંદડી
ગેરુઓ થી ભીંત કીધી રાતડી ... આજે આઠમની રાતડી

સાંજડી પડી ને મેં તો સાથીયા કાઢાવીઆ
મોતીડા મળ્યા ન ચોક તેથી આ કાઢાવીઆ
ફરતી વેરી છે ફૂલ પાંખડી રે... આજે આઠમની રાતડી

પરમ પુનિત પલલ્વોના તોરણો બંધાવિઆ
અંબાના નામ મારા દ્વારમાં લખાવિયા
છોડી છેક આજ લોક લાજાડી રે ... આજે આઠમની રાતડી

સાધનો અપૂર્ણ , માજી શોભા હું શું કરું ?
રંક હું રાજેશ્વરી ને જોગ ભેટ શું ધરું?
ચરણ માં સમર્પું મારી જાતડી રે....આજે આઠમની રાતડી

એક છો, પરંતુ માં અનેક રૂપ અંબીકે
ત્રિપુર સુંદરી તમે, ત્રિલોક તારીની તમે ,
ભક્ત હૃદય કુંજમાં વિહરાણી રે....આજે આઠમની રાતડી

માં મહાન થી મહાન વિશ્વમાં ન માઓ છો
નાનું મારું હૈયું તોય સહેલ થી સમાઓ છો
અજબ ગજબ એ તમારી વાતડી રે.... આજે આઠમની રાતડી

પલક પલક ભાસ થાય માં તમે પધારિયા
મલક મલક મુખ થાય એ ઉલ્હાસમાં
છલક છલક થાય મારી આંખડી રે ...આજે આઠમની રાતડી

વીતી મધરાત માત કેમ ના પધારિયા
ઝમઝમાટ ઝંઝારો ના કેમ ના હજી થયા ?
વાર ક્યાં લગાડી માડી આવડી રે ? ... આજે આઠમની રાતડી

પાંખહીન પંખી જેમ માં વિના ન ઝંપતા
વાછડાં લવારા જેમ માં વિના ન ઝંપતા
તમે હું તમારી જોવું વાતડી રે...આજે આઠમની રાતડી

આવે દિવાળી, લોક આપતા વધામણી
તમ વિના ઓ માત મારે અંતર હુતાશની
નહિ નહિ વાલે મને નિરાંતડી રે ...આજે આઠમની રાતડી

જેમ જેમ જાય રાત ધૈર્ય ના ધરાય છે
આશા ની વેલ મારી અમ્બીકે સુકાય છે
થડક થડક થાય મારી છાતડી રે....આજે આઠમની રાતડી

માં તમારી આશામાં છે , રોજ નો ઉજાગરો ,
હે દયાનિધાન માં દયા કરો ! દયા કરો !
બાળને વિસરો કેમ માવડી રે ....આજે આઠમની રાતડી

ઓચિંતી આંગણામાં ઝબકી જે વીજળી
તેજપુંજ માંથી બહુ બાળાઓ નીકળી
સકલ રૂપ રંગ માં સમોવડી રે ...આજે આઠમની રાતડી

સોનલા ઓઢોણી શિર ગરબા છે હેમના
રમતીયાળી આંખડી માં ગુપ્ત ઝરણ પ્રેમ ના
ગૌર વદન ગાલમાં રતાશડી રે ...આજે આઠમની રાતડી

દિવ્ય રૂપ, દિવ્ય તેજ, દિવ્ય વસ્ત્ર શોભતા
સકલ બાલિકાની મધ્ય અંબિકા હસી પડ્યા
ચરણ માં પડી હું જેમ લાકડી રે ...આજે આઠમની રાતડી
દિવ્યદર્શન દયાળી દુખ મારા ટાળીયા
શ્રી દયા કલ્યાણ મારા કોડને પુરાવ્યા
સફળ સફળ આજ મારી રાતડી રે... આજે આઠમની રાતડી

Post a Comment

0 Comments