અંબા તમને વિનવું ( Amba Tamne Vunvu) Garba Gujarati Lyrics.

આદ્યશક્તિ માં અંબા તમને વિનવું
અરજ કરું છું મુજ અંતરની માત જો
અનંત શક્તિવંતા માજી આપ છો
દુખ્ભંજન છો વિશ્વેશ્વરી વિખ્યાત જો
આ સંસારે સહાયક શક્તિ આપ છો...
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

આપ અમારા દુખડા દુર કરનાર છો
ભરોશો મુજ ને છે ભવાની માં તણો જો
ભોળી ભવાની તું સુખડા ભરનાર જો
સહુ જગત સખીયું એ માં માજી માંગીએ જો ...
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

માજી દુખડા અમથી ના સહેવાય જો
વિકટ સંકટને શક્તિમાં તમે વારજો
હર્ષ થી માં નામ તમ લેવાય જો...
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

અમૃતની દ્રષ્ટિથી મા નિહાળજો
કળજુગીયા વાયરા અમને વાય જો
સેવક તારાને તું સંભાળ જે જો
તારો ભરોસો ભોળી ભવાની માયજો....
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

સર્વ સુખડા છે માં તવ પ્રતાપથી જો
તાવ પ્રતાપે આનંદ મંગલ માય જો
અંતરભેદુ માજી અંબા આપ જો
આનંદકુંવરબા પ્રીતે લાગે પાય જો
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

અભરા ભરણી અંબે માં આપ જો
શું કહી એ જનો સૌ મહંમાય જો
સેવકના સુખડા માં કેમ જોઈ રહ્યા જો
અંતર માંગું આપો અંબામાય જો
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

સર્વે સુખડા છે માં તું જ કૃપા થાકી જો
આરોગ્ય અંબા માં રાખો હે મહંમાય જો
આરોગ્ય અંગડા એ આપની કૃપાય જો...
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

અંતર ની પીડા તો માં જાણો તમે જો
અંતરયામિ આપ અંબા માત જો
આનંદ કુંવરબા કરજોડી વિનંતી કરે જો
અમીર સેવક રૂડો ગરબો ગાય જો....
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

આસો માસે રૂડા આવ્યા દિન જો,
આવી રે નવ રાત્રી જગતને આંગણે ...
આદ્યશક્તિ માં અંબા તમને વિનવું

Post a Comment

0 Comments