કે જાવું મારે રમવા નવ નવ રાત ( Ke Javu Chhe Mare Nav Nav Rat) Garba Gujarati Lyrics.

કે જાવું મારે રમવા નવ નવ રાત
અંબાના આવ્યા નોરતા રે જી
ગરબે મારે અંબાજી રમવાને આવ્યા
અંબા યે ઓઢી ઓઢણી રે જી

કે ગરબે રમે છે ખોડલ માટેલ વાળી
પગમાં તો ઝાંઝર વાગતા રે જી
કે જાવું મારે રમવા નવ નવ રાત

કે ગરબે રમે બહુચર ને મહાકાલી
સોના નો ગરબે શિરે ધરી રે
કે જાવું મારે રમવા નવ નવ રાત

કે ગરબે અંબા ફરે છે ઘેલઘેલી
ચાચર ના ચોક આવજો રે જી
કે જાવું મારે રમવા નવ નવ રાત

પૂરશે આશા આરાશુર વાળી
ગરબો જે ગાશે ભાવ થી રે જી
કે જાવું મારે રમવા નવ નવ રાત

ગાયો મૈ તો નવદુર્ગા નો રાસ
શંકર ને ચરણે રાખજે રે જી
કે જાવું મારે રમવા નવ નવ રાત

Post a Comment

0 Comments