ખોડલ માં ખમકારી (Khodal ma khamakari) Garba Gujarati Lyrics.

માં માદળ કુળ માં અવતારી માં ખમકારી
એલા મોમણીય ચરણ ઘેર ખોડલ માં ખમકારી

માં વાંઝિયા મેના ટાળવા માં ખમકારી
લીધો ચારણ ઘેર અવતાર ...ખોડલ માં

માં સુમલ દેને સહાય કીધી માં ખમકારી
દીધો નવઘણ સોરઠ સિંહ ...ખોડલ માં

માં ઉગારી જાહલ બેનડી માં ખમકારી
વીરા નવઘણ ની કીધી તમે વાર ...ખોડલ માં

માં સેથો પુરીઓ સિંહોર નો માં ખમકારી
શોભે કાંઠે એકાવન હાર માં ...ખોડલ માં

માં ચકલી રૂપે ભલે બેથી માં ખમકારી
માર્યો પાપી સુમારે હમીર ...ખોડલ માં

માં ડુંગરે ડુંગરે દીવા બળે માં ખમકારી
સાથે તેજસ્વી ત્રિશુલ ...ખોડલ માં

માં સાત બેનુંમાં તું નાનકડી માં ખમ કારી
તારી શક્તિ અપાર નો અકાય ...ખોડલ માં

માં સ્થાનક તારા અતીઘણા માં ખમકારી
કીધા માટેલીયે ધરે તમે વાસ ...ખોડલ માં

પાયે પડી વેલો વિનવે માં ખમકારી
મને સદબુદ્ધિ સરસ્વતી દે ...ખોડલ માં

Post a Comment

0 Comments