ઉતરી છે અવની માં આજ ( Utari Chhe Ma Aaj) Garba Gujarati Lyrics.

ઉતરી છે અવની માં આજ
ચાચર ના ચોકે તમે જોવાને આવજો
ચાચરનાં ચોકે તમે રમવાને આવજો

ગરબો લઇ ને માત અંબાજી આવ્યા
માટેલ ધરે થી ખોડલમાં આવ્યા
એ ચોટીલા થી ચામુંડ માત ....
ચાચરનાં ચોકે

સંખલપુરથી બહુચર માં આવ્યા
હરસિદ્ધિ સાથે રવિ રાંદલ તેડાવ્યા
એ રમવાની આવી નવ રાત ....
ચાચરનાં ચોકે

સરસ્વતી આવ્યા સાથે ગણપતિ આવ્યા
રિદ્ધિ સિદ્ધિ સાથે ગંગા પાર્વતી પણ આવ્યા
એ જામી સરખી જોડ ....
ચાચરનાં ચોકે

ડાક ડમરું ને નાદ નગારા વાગતા
જીણા જીણા ઝાંઝર મારી અંબાના વાગતા
ભૈરવી ભવાની રમે રાસ ....
ચાચરનાં ચોકે

શંકર નાચે સાથે સરભંગી નાચે
નાચે માધવ ને રાધા પણ નાચે
નાચે મારા મનડા નો મોર ....
ચાચરનાં ચોકે

Post a Comment

0 Comments